બંગાળની ખાડીમાં 'સિમ્બેક્સ' યુદ્ધભ્યાસ શરુ થયો.

  • આ યુદ્ધ અભ્યાસ ભારત અને સિંગાપોરની નૌસેના વચ્ચે છે જેનો ઉદેશ્ય બન્ને દેશોની સેનાઓની ક્ષમતાનો વિસ્તાર કરવાનો તેમજ એકબીજાને સહયોગ કરવાનો છે. 
  • આ અભ્યાસનું બંદર ખાતેનું ચરણ તાજેતરમાં જ વિશાખાપટ્ટનમ ખાતે પૂર્ણ કરાયું હતું. 
  • હાલના ચરણમાં 2 દિવસ ચાલનાર અભ્યાસમાં બન્ને દેશોના બે યુદ્ધજહાજ ભાગ લેશે. 
  • સિમ્બેક્સ યુદ્ધ અભ્યાસ શૃંખલાની શરુઆત વર્સ 1994માં થઇ હતી જેને શરુઆતમાં Exercise Lion King નામથી ઓળખવામાં આવતી હતી. 
  • આ યુદ્ધ અભ્યાસ કોઇપણ દેશ સાથે ચાલનાર ભારતનો સૌથી લાંબો દ્વિપક્ષીય નૌસેના અભ્યાસ છે. 
  • ભારત દ્વારા આગામી મહિનાઓમાં દેવલાલી ખાતે 'અગ્નિ યોદ્ધા' યુદ્ધ અભ્યાસ, મલેશિયા ખાતે 'હરિમાઉ શક્તિ' અભ્યાસ તેમજ ઇન્ડોનેશિયા ખાતે 'ગરુડ શક્તિ' અભ્યાસ યોજાનાર છે.
Singapore-India Maritime Bilateral Exercise ‘Simbex’ - 2022

Post a Comment

Previous Post Next Post