વર્ષ 2022 બુકર પ્રાઈઝ શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલાકાએ જીત્યો.

  • તેઓને આ એવોર્ડ મૃત યુદ્ધ ફોટોગ્રાફર વિશેની નવલકથા "ધ સેવન મૂન્સ ઓફ માલી અલ્મેડા" માટે આપવામાં આવ્યો.
  • તેઓને પ્રાઈઝ તરીકે અંગ્રેજી ભાષાનો શ્રેષ્ઠ સાહિત્યિક પુરસ્કાર, ક્વીન કોન્સોર્ટ કેમિલા તરફથી ટ્રોફી સહિત 50,000 પાઉન્ડ મળ્યા.  
  • તેઓની આ નવલકથા 1990ના દાયકા દરમિયાન શ્રીલંકામાં દેશના ગૃહયુદ્ધમાં ગે વોર ફોટોગ્રાફર અને જુગારી માલી અલ્મેડાના જીવન પર આધારિત છે.
  • બુકર પ્રાઈઝના આ વર્ષના દાવેદારોની શોર્ટલીસ્ટ થયેલ બુકમાં બ્રિટિશ લેખક એલન ગાર્નરની ટ્રેકલ વોકર, ઝિમ્બાબ્વેના લેખક નોવિઓલેટ બુલાવેયોની ગ્લોરી, આઇરિશ લેખક ક્લેર કીગનની સ્મોલ થિંગ્સ લાઈક ધીસ, અમેરિકન લેખક પર્સિવલ એવરેટની ધ ટ્રીઝનો સમાવેશ થાય છે. 
  • બુકર મેકકોનેલ, લિમિટેડ કંપની દ્વારા 1968માં બુકર પ્રાઇઝની સ્થાપના કરવામાં આવી હતી.
  • બુકર પ્રાઈઝ એક સાહિત્યિક પુરસ્કાર છે જે દર વર્ષે અંગ્રેજીમાં લખાયેલી અને યુનાઇટેડ કિંગડમ અથવા આયર્લેન્ડમાં પ્રકાશિત શ્રેષ્ઠ નવલકથા માટે આપવામાં આવે છે.
  • જે વર્ષ 1969ની શરૂઆતથી 2001 સુધી "બુકર પ્રાઈઝ ફોર ફિક્શન" અને 2002–2019 સુધી "મેન બુકર પ્રાઈઝ" અને 2020 થી "બુકર પ્રાઇઝ" તરીકે ઓળખાય છે.  
  • વર્ષ 1971માં વી.એસ.  નાયપોલની નવલકથા "ઇન અ ફ્રી સ્ટેટ"એ બુકર જીતનાર ભારતીય નવલકથાકારનું પ્રથમ પુસ્તક હતું.
  • આ સિવાય ભારતમાંથી 1981માં સલમાન રશદીને "મીડ નાઈટસ્ ચિલ્ડ્રન", 1997માં અરુંધતી રોયને "ગોડ ઓફ સ્મોલ થિંગસ", વર્ષ 2006માં કિરણ દેસાઈને "ઇન હેરિટેન્સ ઓફ લોસ" અને વર્ષ 2008માં અરવિંદ અડીગાની "ધ વાઇટ ટાઈગર"ને બુકર પ્રાઇઝ મળેલ છે.
Sri Lankan author Shehan Karunatilaka won Britain’s Booker Prize 2022

Post a Comment

Previous Post Next Post