- જેનો હેતુ વાઘ અભયારણ્યના મુલાકાતીઓને હાથી, અનામલાઈ ટાઈગર રિઝર્વ (ATR)ની વનસ્પતિ, પ્રાણીસૃષ્ટિ અને ટેકરીઓમાં રહેતી આદિવાસી જાતિઓ વિશે શિક્ષિત કરવાનો છે.
- પ્રથમ જમ્બો ટ્રેઇલ 26 નવેમ્બરે 'અનમલાઇયાગામ' ગામ ખાતેથી શરૂ કરવામાં આવશે.
- આ આયોજન માટે સેતુમદાઈ ખાતે 'વન અર્થઘટન કેન્દ્ર' ની સ્થાપના કરવામાં આવી છે.
- આ કેન્દ્ર ખાતે જંગલમાંથી પ્રકૃતિના માર્ગ દરમિયાન, સંસાધન વ્યક્તિઓ મુલાકાતીઓને આસપાસ દેખાતા વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ, જૈવવિવિધતા અને જંગલોના મહત્વ વિશે સમજાવશે.
- અહીંના આદિવાસી વસાહતોના રહેવાસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ જમવાનું અને હર્બલચા આ આયોજનમાં આપવામાં આવશે.
- ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં આદિવાસી વસાહતોના કલાકારો પરફોર્મ કરી મુલાકાતીઓને પોતાની સંસ્કૃતિનો પરિચય આપશે.