ઓસ્ટ્રેલિયાની સંસદમાં ભારત-ઓસ્ટ્રેલિયા મુક્ત વેપાર કરાર પસાર કરવામાં આવ્યો.

  • ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (AI-ECTA)ને અમલમાં આવે તે પહેલા ઓસ્ટ્રેલિયાની સંસદ દ્વારા મંજૂરીની જરૂર હતી. અગાઉ ભારતમાં આવા કરારને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવે છે.
  • ઓસ્ટ્રેલિયાની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ બંને દેશો દ્વારા આ કરારના અમલ માટે એક તારીખ નક્કી કરવા આવશે. 
  • આ સમજૂતીથી ભારતના ટેક્સટાઇલ, લેધર, ફર્નિચર, જ્વેલરી અને મશીનરી સહિતના 6,000થી વધુ ક્ષેત્રોના નિકાસકારોને ઓસ્ટ્રેલિયામાં ડ્યૂટી મુક્ત નિકાસ કરવાની છૂટ મળશે.
  • આ કરાર લાગુ પડયાના દિવસથી જ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતને તેની લગભગ 96.4 ટકા નિકાસ માટે ઝીરો કસ્ટમ ડ્યુટી એક્સેસ આપવામાં આવશે.  હાલમાં ઓસ્ટ્રેલિયામાં 4-5 ટકા કસ્ટમ ડ્યુટી લાગે છે. 
  • આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન સંસદે ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA)માં સુધારાને પણ મંજૂરી આપી છે.
  • તેનાથી ભારતના આઇટી ક્ષેત્રને મદદ મળશે જેથી ઓસ્ટ્રેલિયામાં ટેકનિકલ સપોર્ટ પૂરી પાડતી ભારતની આઇટી કંપનીઓની વિદેશી આવક પર ટેક્સ લાગુ પડશે નહીં. 
  • મોરેશિયસ અને યુએઈ પછી મોદી સરકારે કરેલી આવી ત્રીજી ઐતિહાસિક સમજૂતી છે.
India-Australia Free Trade Agreement was passed in the Parliament of Australia.

Post a Comment

Previous Post Next Post