- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ઓડિશાના કિનારે આવેલા APJ અબ્દુલ કલામ દ્વીપ પરથી ફેઝ-II બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) ઈન્ટરસેપ્ટર AD-1 મિસાઈલનું ઉડાન કરવામાં આવ્યું.
- AD-1 કે જે પ્રતિસ્પર્ધી મિસાઇલો અને એરક્રાફ્ટને ત્રાટકવામાં સક્ષમ છે તેને "બેલેસ્ટિક મિસાઇલ ડિફેન્સ પ્રોગ્રામ" હેઠળ વિકસાવવામાં આવી છે.
- AD-1 (એર ડિફેન્સ) એ લાંબા અંતરની ઇન્ટરસેપ્ટર મિસાઇલ છે જે લોંગ-રેન્જની બેલિસ્ટિક મિસાઇલો તેમજ એરક્રાફ્ટના નીચા એક્સો-એટમોસ્ફેરિક અને એન્ડો-એટમોસ્ફેરિક ઇન્ટરસેપ્શન બંને માટે રચાયેલ છે.
- આ મિસાઈલ બે-સ્ટેજ સોલિડ મોટર દ્વારા ચલાવવામાં આવે છે.
- તે સ્વદેશી રીતે વિકસિત અદ્યતન કંટ્રોલ સિસ્ટમ અને નેવિગેશન અને ગાઈડન્સ અલ્ગોરિધમથી સજ્જ છે જેથી તે વાહનને ખૂબ જ ઊંચી ઝડપે આગળ વધતા લક્ષ્યો સુધી ચોક્કસ માર્ગદર્શન આપી શકે છે.