- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા LVM3 એન્જિનના સફળ પરીક્ષણ સાથે તેની પેલોડ ક્ષમતા વધીને 450 કિગ્રા કરવામાં આવી છે.
- LVM3 (લોન્ચ વ્હીકલ માર્ક III) માટે સ્વદેશી રીતે વિકસિત ક્રાયોજેનિક એન્જિન (CE20)નું 21.8 ટનના અપગ્રેડેડ થ્રસ્ટ સ્તર પર પ્રથમ વખત સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.
- એન્જિનની સાથે સાથે આ પરીક્ષણમાં કરવામાં આવેલા મુખ્ય ફેરફારો નિયંત્રણ માટે થ્રસ્ટ કંટ્રોલ વાલ્વ (TCV) ની શરૂઆત કરવામાં આવી.
- વધુમાં, 3D પ્રિન્ટેડ LOX અને LH2 ટર્બાઇન એક્ઝોસ્ટ કેસીંગને પ્રથમ વખત એન્જિનમાં સામેલ કરવામાં આવ્યા.
- પરીક્ષણ દરમિયાન, તેને 20 ટન થ્રસ્ટ સ્તર સાથે સંચાલિત કરવામાં આવ્યું ત્યારબાદ થ્રસ્ટ કંટ્રોલ વાલ્વનું સ્તર વધારીને 21.8 ટન કરવામાં આવ્યું.
- LVM 3, બે નક્કર મોટર સ્ટ્રેપ-ઓન, લિક્વિડ પ્રોપેલન્ટ કોર સ્ટેજ અને ક્રાયોજેનિક સ્ટેજ સાથેનું ત્રણ તબક્કાનું વાહન છે જે ચાર ટન વર્ગના ઉપગ્રહને જિઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં લઈ જવા માટે સક્ષમ છે.