જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી ખાતે 'કન્ટીન્યુઅસ સી વોટર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન (CMWQMS)'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

  • આ સ્ટેશન  જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA) ખાતે સિવિલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા  IIT મદ્રાસના સહયોગથી વિકસાવવામાં આવ્યું. 
  • આ સાથે 21 નવેમ્બર, 2022 ના રોજ ઇલેક્ટ્રિક સંચાલિત પર્યાવરણ મોનિટરિંગ વ્હીકલ (EV) લોન્ચ કરવામાં આવ્યું હતું.
  • સતત દરિયાઈ પાણીની ગુણવત્તા મોનિટરિંગ સ્ટેશન અને ઈ-વાહનોનો મુખ્ય ઉદ્દેશ્ય નવી ટેકનોલોજી દ્વારા સતત ટકાઉ વિકાસ કરવાનો છે.
  • આ સ્ટેશનથી દરિયાઈ પાણીની ગુણવત્તા, પાણીનું તાપમાન, pH, ઓગળેલા ઓક્સિજન, એમોનિયા, વાહકતા, નાઈટ્રેટ, ખારાશ, પાણીની ગંદકી, દરિયાઈ પાણીનું TDS(Total Dissolved Solids) વગેરેના ડેટા મેળવવામાં આવશે.
  • દરિયાઈ પાણીનો TDS સમુદ્રના પાણીની ગુણવત્તા ડેટાબેઝ પર આધારિત છે.   
  • ઇ-વ્હીકલ(EV) JNPAમાં હાલના હવા અને અવાજના સ્તર પર પણ નજર રાખશે.
JNPA Launched Continuous Marine Water Quality Monitoring Station

Post a Comment

Previous Post Next Post