ભારતીય રમતવીર પી.ટી.ઉષાને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી.

  • IOAની 95 વર્ષના ઇતિહાસમાં તેઓ પ્રથમ મહિલા પ્રમુખ બનશે.
  • તેઓ રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા તરીકેની પ્રથમ ઓલિમ્પિયન અને આંતરરાષ્ટ્રીય ચંદ્રક વિજેતા પણ બનશે. 
  • 58 વર્ષીય પી.ટી. ઉષા IOA પ્રમુખ પદ માટે નામાંકન દાખલ કરવા માટે એકલા ઉમેદવાર તરીકે છે. જેથી 10મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીમાં તેઓ બિન હરીફ વિજેતા બનશે.
  • તેઓ એશિયન ગેમ્સમાં ચાર ગોલ્ડ મેડલ અને સાત સિલ્વર મેડલ જીતનાર ભારતની શ્રેષ્ઠ રમતવીરોમાંની એક છે.  
  • લોસ એન્જેલસ ખાતે 1984માં યોજાયેલ ઓલિમ્પિકની 400મી. હર્ડલ્સમાં તેણી સેકન્ડના 100માં ભાગથી બ્રોન્ઝ મેડલ વિજેતા બનતા રહી ગઇ હતી અને ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.
  • તેણીએ 1984 લોસ એન્જલસ ઓલિમ્પિકમા મહિલાઓની 400 મીટર હર્ડલ્સ પોડિયમ ફિનિશ રેસ સેકન્ડના 100માં ભાગથી પૂર્ણ કરી હતી.
Indian athlete PT Usha was elected as the President

Post a Comment

Previous Post Next Post