- 'કાશીતમિળ સંગમ' એક મહિના સુધી ચાલનાર છે.
- આ સંગમનું આયોજન ભારત સરકાર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અને "એક ભારત શ્રેષ્ઠ ભારત"ની ભાવનાને જાળવી રાખવા માટે કરવામાં આવ્યું છે.
- સંગમ દરમ્યાન તમિલનાડુથી વિવિધ બાર શ્રેણીના પ્રતિનિધિઓ કાશી આવશે અને કાશીમાં આ વિવિધ શ્રેણીના પ્રતિનિધિઓ સાથે વિચાર-વિમર્શ કરશે.
- આ કાર્યક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ ભારતીય જ્ઞાન વારસાને આધુનિક શિક્ષા પ્રણાલી સાથે જોડવાનો પ્રયાસ છે.
- ભારત સરકાર સાથે IIT મદ્રાસ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી આ કાર્યક્રમ માટે કાર્યરત છે.