- આ સાથે શરથ ITTFના એથ્લેટ્સ કમિશનના સભ્ય બનનાર પ્રથમ ભારતીય બન્યા.
- આ કમિશન માટે 7 થી 13 નવેમ્બર દરમિયાન મતદાન થયું હતું, જેમાં 283 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાંથી શરથને 187 વોટ મળ્યા જેમાં તેઓ સૌથી વધુ વોટ મેળવનાર બીજા ખેલાડી બન્યા.
- શરથ કમલ અચંતા ભારતના ટોચના ટેબલ ટેનિસ ખેલાડી તેમજ વિશ્વના શ્રેષ્ઠ ટેબલ ટેનિસ ખેલાડીઓમાંના એક છે.
- તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ત્રીજા સૌથી સફળ એથલીટ છે.
- આ સાથે તેમને ખેલ રત્ન એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.