રાષ્ટ્રીય સંગીત નાટ્ય અકાદમી દ્વારા વર્ષ 2019, 2020 અને 2021 માટેના પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જેમાં સંગીત, નાટ્ય અને નૃત્ય ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારો માટે પુરસ્કાર જાહેર કરાયા છે.
  • આ કલાકારોમાં ગુજરાતના ચાર કલાકારો સહિત કુલ 128 કલાકારોનો સમાવેશ કરાયો છે.
  • ગુજરાતના ચાર કલાકારોમાં દર્શનાબેન ઝવેરી, મંજૂબેન મહેતા, શંકરભાઇ ધરજિયા તેમજ મહેશ ચંપકલાલનો સમાવેશ થાય છે.
  • આ સિવાય 75 કલાકારોને વન ટાઇમ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડની પણ જાહેરાત કરવામાં આવી છે.
  • આ પુરસ્કારોને બે કેટેગરીમાં અપાયા છે જેમાં સંગીત નાટ્ય અકાદમી ફેલો એવોર્ડ તેમજ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડનો સમાવેશ થાય છે.
  • સંગીત નાટ્ય અકાદમી ફેલો એવોર્ડમાં ત્રણ લાખ રુપિયા રોકડ પુરસ્કાર તેમજ સંગીત નાટ્ય અકાદમી એવોર્ડમાં રુપિયા એક લાખ રોકડ આપવામાં આવે છે.
Sangeet Natak Akademi

Post a Comment

Previous Post Next Post