- તેઓએ ફિલ્મી કરિયરની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી ત્યારે તેઓ "બેબી તબસ્સુમ"તરીકે ઓળખાતા હતા.
- તેમનો જન્મ 1944માં થયો હતો. તેમના પિતાનું નામ અયોધ્યાનાથ સચદેવ અને માતાનું નામ અસગરી બેગમ હતું તેઓ બંને સ્વતંત્ર સેનાની હતા.
- માતા દ્વારા પિતાના ધર્મને સન્માન આપતા "કિરણ બાલા" રાખવામાં આવ્યું અને પિતા દ્વારા માતાના ધર્મને સન્માન આપવા "તબસ્સુમ"નામ રાખવામાં આવ્યું હતું.
- બેબી તબસ્સુમે પોતાના કરિયરની શરૂઆત 1947માં ફિલ્મ "નરગિસ"થી કરી હતી. ત્યારબાદ તેઓને મેરા સુહાગ, મંઝધર, બડી બેહેન, સરગમ, છોટી ભાભી અને દિદાર, બૈજુ બાવરા, મુગલ-એ-આઝમ વગેરે ફિલ્મોમાં જોવા મળ્યા હતા.
- 1985માં તેમણે નિર્દેશક, નિર્માતા અને લેખક તરીકે "તુમ પર હમ કુર્બાન" પ્રથમ ફિલ્મ બનાવી હતી.