પીઢ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષની વયે નિધન.

  • તેઓએ મરાઠી નાટકોથી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ વર્ષ 1971માં અમિતાભ બચ્ચન અને શત્રુઘ્ન સિંહા અભિનીત ફિલ્મ "પરવાના"થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. 
  • તેઓએ જેમાં 1990ની અમિતાભ બચ્ચન અભિનીત “અગ્નિપથ” અને સલમાન ખાન અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત “હમ દિલ દે ચૂકે સનમ”, "ભૂલ ભુલૈયા", *દિલ સે", "દે દાના દન", "હિચકી", "નિકમ્મા" અને "મિશન મંગલ" વગેરે જેવી અનેક યાદગાર હિન્દી અને મરાઠી ફિલ્મોમાં અભિનય કર્યો છે. 
  • તેમની નવી મરાઠી ફિલ્મ "ગોદાવરી"હાલમાં સિનેમાઘરોમાં ચાલી રહી છે.
  • તેઓએ તેમની 50 વર્ષથી વધુની ફિલ્મી કરિયરમાં 90 થી વધુ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી છે.
  • તેઓએ વર્ષ 1990માં ટીવી શો "ક્ષિતિજ યે નહીં"થી ટેલિવિઝન ડેબ્યૂ કર્યું હતું.
  • તેઓએ નાના પડદા પર પણ 23 વર્ષ સુધી કામ કરી 18 ટીવી શોમાં કામ કર્યું હતુ. 
  • તેઓ છેલ્લે વર્ષ 2013માં ટીવી શો "સિંહાસન"માં જોવા મળ્યા હતા.

Post a Comment

Previous Post Next Post