ભારતની અધ્યક્ષતામાં G20 ની '1st Sherpa Meeting' ઉદયપુર રાજસ્થાનમાં શરૂ થઈ.

  • ચાર દિવસીય આ બેઠકની અધ્યક્ષતા ભારતના 'G20 Sherpa' અમિતાભ કાંત દ્વારા કરવામાં આવશે.  
  • આ બેઠકમાં 19 દેશો અને યુરોપિયન યુનિયનના પ્રતિનિધિઓ, વિવિધ દેશોના 43 શેરપા અને નવ વિશેષ આમંત્રિતો ભાગ લઈ રહ્યા છે.
  • G20 Sherpa બેઠક માટે ઉદયપુરની પસંદગી કરવાનું કારણ  તેનો વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાનો છે.  
  • 'Sherpa - The Personal Representative Of a Head Of State or Head Of Government' એ રાજ્યના વડા અથવા સરકારના વડાના વ્યક્તિગત પ્રતિનિધિ છે જે વાર્ષિક G7 અને G20 સમિટ જેવી આંતરરાષ્ટ્રીય સમિટ તૈયાર કરે છે.
  • 'Sherpa' નામ નેપાળી વંશીય જૂથના શેરપા લોકો પરથી લેવામાં આવ્યું છે, જેઓ હિમાલયમાં માર્ગદર્શક અને કુલીઓ તરીકે કામ કરે છે. શેરપાની જેમ રાજયની હકીકતની રજૂઆત કરી શકે છે.
  • 'Sherpa' હોદ્દો મુખ્યત્વે G7 સમિટ માટે વાપરવામાં આવે છે જેને G20 જેવી વિવિધ નિયમિત પરિષદો કે જેમાં રાજ્યના વડાની સહભાગિતા જરૂરી હોય તેમાં વિસ્તારી શકાય છે. 
  • શેરપા પાસે આપેલ કોઈપણ કરાર અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા હોતી નથી.
1st Sherpa Meeting

Post a Comment

Previous Post Next Post