જાણીતા ફ્રેન્ચ લેખક ડોમિનિક લેપિયરનું 91 વર્ષની વયે નિધન.

  • 30 જુલાઈ, 1931ના રોજ ફ્રાન્સના ચેટેલિલોન શહેરમાં જન્મેલા ડોમિનિક લેપિયર ફ્રાન્સના જાણીતા લેખક હતા.
  • તેઓએ લેખક હેનરી કોલિન્સ સાથે ભારતની આઝાદી અને વિભાજન વિષય પર આધારિત લખેલ પુસ્તક 'Freedom at Midnight' વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે.
  • જેના પ્રથમ સંસ્કરણનું પ્રકાશન 1975માં થયું હતું જેમાં તત્કાલીન ગવર્નર જનરલ લૂઈસ માઉન્ટ બેટનને પુસ્તકમાં નાયક તરીકે રજૂ કરવામાં આવ્યા છે અને સમગ્ર કથાનક તેમના જીવન આસપાસ છે. 
  • તેઓએ હેનરી કોલિન્સ સાથે 'Freedom at Midnight' સહિત કુલ 6 પુસ્તક લખ્યા હતા. 
  • જેમાંનું વર્ષ 1965માં પ્રકાશિત થયેલ 'Is Paris Burning?' પુસ્તકની 5 કરોડ પ્રત વેચાઈ હતી. 
  • આ નોન-ફિક્શન પુસ્તકમાં લેપિયર અને કોલિન્સે ઓગસ્ટ 1944 સુધીમાં જર્મનીના નાઝીઓએ ફ્રાન્સના પાટનગર પેરિસ પરનું નિયંત્રણ છોડ્યું તે સમયની ઘટનાઓનું નિરૂપણ કર્યું છે.
  • તેઓએ કોલકાતાના રિક્ષાચાલકના જીવન આધારિત પુસ્તક 'City of Joy' પણ લખ્યું હતું.
  • તેઓને વર્ષ 2008માં ભારત સરકારના ત્રીજા ઉચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • તેઓએ વર્ષ 1981માં રકતપીડિત બાળકોની સારવાર માટે કલકત્તામાં 'City of Joy' ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી.
  • આ સિવાય તેઓની 1972માં લખેલ પુસ્તક 'O Jerusalem' પણ ખૂબ જાણીતી પુસ્તક બની હતી.
Celebrated French author Dominique Lapierre dies at 91

Post a Comment

Previous Post Next Post