ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા Urban-20 સમિટનો લોગો-વેબસાઇટ-વેલકમ સોંગ લોન્ચ કરવામાં આવ્યા.

  • ગુજરાતના અમદાવાદ ખાતે 9-10 ફેબ્રુઆરીએ U-20 અંતર્ગત 'સિટી શેરપા મિટીંગ' અને જુલાઇ-2023માં 'U-20 મેયર્સ સમિટ' યોજાનાર છે.
  • ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલ, સી-40 (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી હિમાયત જૂથો સાથે, અમદાવાદમાં આ સમિટ યોજાનાર છે. 
  • 'વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર' ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની આ સમિટ G-20 દેશોના શહેરો-મહાનગરોના કલાયમેટ ચેન્જ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ, એફોર્ડેબલ હાઉસીંગ અને સર્વગ્રાહી સામાજીક વિકાસના વિવિધ મુદ્દાઓ પર વૈચારિક આદાન-પ્રદાન માટે ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડશે.
Urban-20 Summit Logo-Website-Welcome Song

Post a Comment

Previous Post Next Post