- અમદાવાદ શહેર સિવિલ કોર્ટના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત કોર્ટની કાર્યવાહી માટે લાઈવ રેકોર્ડિંગ અને સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ માટે Standard Operating Procedure-SOP પણ જાહેર કરવામાં આવી છે જે મુજબ કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા જેમાં મીડિયા-સોશ્યલ મીડિયાનો પણ સમાવેશ થાય છે તે કોઈ પણ પ્રકારનું લાઈવ સ્ટ્રીમિંગને રેકોર્ડ નહિ કરી શકે. અથવા આર્કાઇવ (ફાઈલ) વીડિયોને રાખી અને ભવિષ્યમાં પ્રસારિત નહીં કરી શકે. કોઈ પણ પ્રકારનું લાઈવ, રેકોર્ડિંગ કોર્ટ દ્વારા અધિકૃત વ્યક્તિ-સંસ્થા સિવાય શેર નહીં કરી શકાય.
- આમ કરવા પર ભારતીય કોપી રાઈટ એક્ટ 1957 અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ, 2000, કોન્ટેમ્પટ ઓફ કોર્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.