અમૃતસરની 'ગુરુ નાનક દેવ યુનિવર્સિટી' NAAC એક્રીડેશન મેળવનારી ભારતની એક માત્ર યુનિવર્સિટી બની.

  • યુનિવર્સિટીને નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ગ્રેડિંગમાં 3.85 પોઈન્ટ સ્કોર કરી સાથે A ગ્રેડ મળ્યો.
  • ગુરુ નાનક દેવ યુનિવર્સિટીની સ્થાપના 24 નવેમ્બર, 1969ના રોજ અમૃતસર ખાતે શ્રી ગુરુ નાનક દેવ જીની 500મી જન્મજયંતિના અવસરે કરવામાં આવી હતી. તેની સ્થાપના પંજાબ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી.
  • UGC દ્વારા યુનિવર્સિટીને 'University with Potential for Excellence' નો દરજ્જો આપવામાં આવ્યો છે.
  • GNDU ને રેકોર્ડ 23 વખત રમતગમતમાં એકંદર શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી એનાયત કરવામાં આવી છે.
  • નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની સ્થાપના વર્ષ 1994 માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્વાયત્ત સંસ્થા તરીકે થઈ હતી. જેનુ મુખ્ય મથક બેંગલુરુ ખાતે આવેલ છે.
Guru Nanak Dev University

Post a Comment

Previous Post Next Post