- ભારતીય નૌકાદળ દ્વારા દેશનું પ્રથમ એન્ટી-સબમરીન યુદ્ધ શૈલો વોટર ક્રાફ્ટ (Anti-Submarine Warfare Shallow Water Craft) 'INS Arnala' લોન્ચ કરવામાં આવ્યું જેમ ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ અને એન્જિનિયર્સ દ્વારા બનાવવામાં આવ્યું છે.
- 'INS Arnala'ને તમિલનાડુના કટ્ટીપલ્લુમાં લાર્સન એન્ડ ટુબ્રો શિપયાર્ડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું.
- આ જહાજની મુખ્ય ખાસિયતમાં તે પાણીમાં કોઈ અવાજ નથી કરતુ જેથી તેને સાયલન્ટ શિપ પણ કહેવામાં આવે છે.
- INS Arnalaની લંબાઈ 77.6 મીટર અને પહોળાઈ 10.5 મીટર છે જે પેટા-સરફેસ સર્વેલન્સ માટે ઉત્તમ છે આથી તે જાસૂસી અને હડતાલ મિશન માટે આદર્શ રીતે અનુકૂળ છે.
- આ યુદ્ધ જહાજ નેવી અને એરફોર્સ એરક્રાફ્ટ સાથે સંકલનમાં રહીને સબમરીન વિરોધી કામગીરી કરવામાં સક્ષમ છે. તેમાં એન્ટી સબમરીન રોકેટ છે, જે દરિયાની નીચે દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે.
- આ જહાજ પર 7 અધિકારીઓની સાથે 57 નૌકાદળના જવાનો તૈનાત કરી શકાય છે.
- તેમાં ત્રણ વોટર જેટ સાથે મરીન ડીઝલ એન્જિન છે જે તેને લગભગ 47 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ સ્પીડ આપશે.
- INS Arnala નું નિર્માણ લો ઇન્ટેન્સિટી મેરીટાઇમ ઓપરેશન્સ (LIMO) કરવા માટે કરવામાં આવ્યું છે.
- તેની રેન્જ 1800 નોટિકલ માઈલ એટલે કે 3334 કિલોમીટર છે.
- નેવી હાલમાં આવા 16 કોર્વેટ બનાવી રહી છે અગાઉ GRSE એ કામોર્ટા ક્લાસ એન્ટી-સબમરીન વોરફેર કોર્વેટ બનાવ્યું હતું. જેઓ હાલ નેવીમાં પોસ્ટેડ છે.
- તમામ 16 કોર્વેટ બનાવવાનો ખર્ચ રૂ. 12,622 કરોડ છે જે વર્ષ 2026 સુધીમાં તમામ કોર્વેટ નેવીને ઉપલબ્ધ થશે. INS Arnalaમાં કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ અને લાઇટ ટોર્પિડોથી પણ સજ્જ છે.
- આ જહાજ 88% સ્વદેશી છે. અગાઉ ભારતીય નૌકાદળ પાસે સોવિયતમાં બનેલ Arnala Classની એન્ટી સબમરીન કોર્વેટ હતી જેનો નેવીમાં 1968માં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે 11 કોર્વેટમાંથી 10 નિવૃત્ત થયા હતા અને એક ગુમ થયું હતુ.
- અર્નાલા ટાપુ મહારાષ્ટ્રમાં વસઈથી 13 કિમી ઉત્તરે આવેલું છે, જેને છત્રપતિ શિવાજીનો ગઢ માનવામાં આવતો હતો. 'INS Arnala' કોર્વેટનું નામ તેના પરથી રાખવામાં આવ્યું છે.
- ભારતમાં કામોર્તા વર્ગ, કોરા વર્ગ, ખુકરી વર્ગ, વીર વર્ગ અને અભય વર્ગના કુલ 22 કોર્વેટ છે જેમાં કામોર્ટા વર્ગના કોર્વેટ્સ સૌથી ભારે છે.