- માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં તરલતા વધારવા માટે દેશનું પ્રથમ 'Surety Bond (Guarantee Bond)'લોન્ચ કરવામાં આવ્યુ.
- તેનાથી બેંક ગેરંટી પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સની નિર્ભરતા ઘટશે.
- જામીન બોન્ડ કોર્પોરેટ અને નાણાકીય ગેરંટીથી અલગ હોય છે તેમાં વીમા કરાયેલ પ્રોજેક્ટને પૂર્ણ કરવા અથવા કરવા માટેની જવાબદારીનો સમાવેશ થાય છે.
- કોર્પોરેટ બોન્ડ લોનની ચૂકવણી કરવાની નાણાકીય જવાબદારી સાથે સંકળાયેલા હોય છે.
- દેશની આ પ્રથમ ગેરંટી બોન્ડ વીમા પ્રોડક્ટ બજાજ આલિયાન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા જારી કરવામાં આવી છે.
- ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગ અને સરકાર તરફથી આવી રહેલી માંગને ધ્યાનમાં રાખીને તેને વિકસાવવામાં આવી છે.
- જામીન બોન્ડ વીમા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે ગેરંટી મિકેનિઝમ તરીકે કામ કરશે અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર અને એવોર્ડ આપનાર સંસ્થા બંનેને રક્ષણ પૂરું પાડશે.