- ‘Ocean Wave Energy Converter - સમુદ્રી તરંગ ઊર્જા કન્વર્ટર’ સમુદ્રના તરંગોમાંથી વીજળી ઉત્પન્ન કરવાનું કામ કરશે.
- આ ઉપકરણને ‘Sindhuja-I ‘ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ છે ‘સમુદ્રમાંથી ઉદ્ભવવુ’ એવો થાય છે.
- નવેમ્બર 2022ના બીજા સપ્તાહ દરમિયાન તમિલનાડુના તુતીકોરીનના દરિયાકાંઠે લગભગ 6 કિમી દૂર 20 મીટરની ઊંડાઈએ આ ઉપકરણનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.
- આ ઉપકરણનો ઉદ્દેશ્ય આગામી ત્રણ વર્ષમાં સમુદ્રના મોજામાંથી એક મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનો છે.
- IIT મદ્રાસના પ્રોફેસર અબ્દુસ સમદ કે જેઓ એક દાયકાથી વધુ સમયથી વેવ એનર્જી પર કામ કરી રહ્યા છે, તે આ મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે.
- તેઓએ IIT મદ્રાસ ખાતે અત્યાધુનિક ‘Wave Energy and Fluids Engineering Laboratory (WAFEL)’ ની સ્થાપના કરી હતી.
- IIT મદ્રાસ દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ ભારતમાં રહેલ 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારો 54 GW વીજળી ઉત્પન્ન કરવામાં સક્ષમ છે.
- આ સિસ્ટમમાં ફ્લોટિંગ બોય, એક સ્પાર અને ઇલેક્ટ્રિકલ મોડ્યુલનો સમાવેશ થાય છે.
- જેમાં ‘BUOY’ તરીકે ઓળખાતી બલૂન જેવી સિસ્ટમમાં કેન્દ્રિય છિદ્ર છે જે સ્પાર તરીકે ઓળખાતી લાંબી સળિયાને તેમાંથી પસાર થવા દે છે.
- આ સ્પારને સમુદ્રતળ સાથે જોડી શકાય છે, અને પસાર થતા તરંગો તેને અસર કરશે નહીં, જ્યારે BUOY ઉપર અને નીચે જશે અને તેમની વચ્ચે સંબંધિત ગતિ ઉત્પન્ન કરશે.