- આ ફેસ્ટિવલનું આયોજન ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધોની ઉજવણી માટે 9 ડિસેમ્બર, 2022થી આસામની બરાક ખીણમાં શરૂ કરવામાં આવશે.
- આ ફેસ્ટિવલનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયના નેજા હેઠળ ‘India Foundation’ દ્વારા ‘Bangladesh Foundation for Regional Studies-BFRS’ ના સયુંકત સહયોગથી કરવામાં આવશે.
- ઉત્સવનો ઉદ્દેશ્ય 88⁸8બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો છે.
- ભારતની આઝાદીના 75 વર્ષ અને પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશની આઝાદીની 50મી વર્ષગાંઠની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
- આ કાર્યક્રમમાં બંને પ્રદેશોના ભોજન, કલા, હસ્તકલા, સંસ્કૃતિ અને સ્થાનિક ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે.