- આ ઝડપ અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં Line of Actual Control (LAC) પાસે થઇ હતી જેમાં ભારતીય સેનાએ ચીનના લગભગ 600 સૈનિકો સાથે ઝડપ કરી હતી.
- આ ઘટનામાં ભારતીય સેનાના લગભગ 20 જવાનો ઘાયલ થયા છે.
- અગાઉ પણ મે-જૂન, 2020માં પૂર્વી લદાખ સેક્ટરમાં બન્ને દેશના સૈનિકો વચ્ચે આ પ્રકારની ઘટના બની હતી જેના બાદ 15 જૂનના રોજ ગલવાન ઘાટી પર બન્ને સૈનિકો સામ સામે આવી ગયા હતા.
- બન્ને દેશો વચ્ચે તણાવ ઓછો કરવા માટે ફેબ્રુઆરી, 2021માં ડિસએન્ગેજમેન્ટ પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી.
- ઉલ્લેખનીય છે કે ચીન વર્ષોથી અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો માની રહ્યું છે તેમજ વર્ષ 1962માં તેણે યુદ્ધ કરી અરુણાચલ પ્રદેશના એક હિસ્સા પર કબજો જમાવ્યો હતો.
- ગયા વર્ષે પણ ચીને અરુણાચલ પ્રદેશની સીમાથી નજીક આવેલ 15 સ્થાનોના નામ બદલી દીધા હતા!
- ભારત અને ચીન વચ્ચે લગભગ 3,440 કિ.મી. લાંબી સીમા છે જેમાં 1962ના યુદ્ધ બાદ મોટા ભાગના વિસ્તારોમાં બન્ને દેશો વચ્ચે વિવાદ છે.