- 'INS Mormugao' એ P15B સ્ટીલ્થ ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુધ્ધટેંક છે જેને ભારતીય નૌકાદળના 'Warship Design Bureau' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને મઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવ્યું છે.
- તે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન કરાયેલ ચાર 'વિશાખાપટ્ટનમ' વર્ગના વિનાશક જહાજમાંથી બીજું છે.
- તેના દ્વારા હિંદ મહાસાગરમાં ભારતીય નૌકાદળની પહોંચ વધશે અને દેશની દરિયાઈ સરહદોની સુરક્ષા વધુ મજબૂત થશે.
- 'INS Mormugao'નું નામ પશ્ચિમ કિનારે ગોવાના ઐતિહાસિક બંદર શહેર પરથી રાખવામાં આવ્યું છે
- આ યુદ્ધ જહાજની લંબાઈ 163 મીટર, પહોળાઈ 17 મીટર અને વજન 7,400 ટન છે.
- તે પરમાણુ, જૈવિક અને રાસાયણિક યુદ્ધ પરિસ્થિતિઓમાં લડી શકે છે. આ યુદ્ધ જહાજમાં ચાર શક્તિશાળી ગેસ ટર્બાઇન છે, જેની મદદથી આ યુદ્ધ જહાજ 30 નોટથી વધુની ઝડપે દોડી શકે છે.
- તે આધુનિક સર્વેલન્સ રડાર ઉપરાંત સપાટીથી સપાટી અને સપાટીથી હવામાં મિસાઈલથી સજ્જ છે જે શસ્ત્ર પ્રણાલીઓને લક્ષ્ય ડેટા પ્રદાન કરે છે.
- 'INS Mormugao'એ ગયા વર્ષે 19 ડિસેમ્બરે પોર્ટુગીઝ શાસનમાંથી ગોવાની મુક્તિના 60 વર્ષની યાદમાં તેની પ્રથમ સફર કરી હતી.
- આ યુદ્ધ જહાજમાં લગાવવામાં આવેલી મિસાઈલ 70 કિમીના અંતરથી આકાશમાં ઉડતા એરક્રાફ્ટને અને 300 કિમીના અંતરેથી જમીન કે સમુદ્ર પરના લક્ષ્યાંકને મારવામાં સક્ષમ છે.
- આધુનિક રડારની મદદથી નૌકાદળના હેલિકોપ્ટર અત્યંત ખરાબ હવામાનમાં પણ આ યુદ્ધજહાજ પર ઉતરાણ કરી શકશે.
- T3 127 mm ગનથી સજ્જ છે. તેમાં AK-630 એન્ટી મિસાઈલ ગન સિસ્ટમ પણ છે.