ખેલો ઈન્ડિયા મહિલા ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ટ્રેક સાઈકલિંગનો સમાવેશ કરવામાં આવ્યો.

  • ચાર ઝોનમાં યોજાનારી આ ટુર્નામેન્ટ માટે રમતગમત વિભાગ, યુવા બાબતો અને રમત મંત્રાલય દ્વારા કુલ રૂ. 1.15 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.  
  • સાઈ એન.એસ.એન.આઇ.એસ પટિયાલા નોર્થ ઝોન અમૃતસર લેગના પ્રથમ તબક્કાનું આયોજન કરશે જેમાં સ્પર્ધા કેમ્પસની અંદર સાયકલ વેલોડ્રોમ ખાતે 21 ડિસેમ્બર સુધી ચાલશે.
  • ત્યારબાદ, નોર્થ ઝોનના તબક્કાઓ 23-24 ડિસેમ્બર અને 28-29 ડિસેમ્બરના રોજ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા અને ગુરુ નાનક દેવ યુનિવર્સિટી કેમ્પસ, અમૃતસરમાં યોજવામાં આવશે.
  • દક્ષિણ ઝોનની પ્રથમ તબકકો 26-27 ડિસેમ્બરે યોજાશે જેને સાઈ LNIPE, ત્રિવેન્દ્રમ આયોજિત કરશે.
  • સાયકલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા, કેન્દ્રીય રમત મંત્રાલયની સહાયથી, ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, જે સ્પ્રિન્ટ, કીરીન, 500 મીટર વ્યક્તિગત ટાઈમ ટ્રાયલ, વ્યક્તિગત અનુસંધાન અને સ્ક્રેચ રેસમાં યોજાશે.
  • ખેલો ઈન્ડિયા સ્પોર્ટ્સ ફોર વુમન કમ્પોનન્ટ હેઠળ, આ વર્ષે 24-25 ડિસેમ્બરે બિકાનેર અને 29-30 ડિસેમ્બરે પાલોડ, ત્રિવેન્દ્રમ ખાતે રોડ સાયકલ ઈવેન્ટ્સનું પણ આયોજન કરવામાં આવશે.
Khelo India Women’s Track Cycling tournament to start on December

Post a Comment

Previous Post Next Post