અમેરિકા અને ફ્રાન્સ દ્વારા પૃથ્વીની સપાટી પરના પાણીની માપણી માટે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો.

  • અમેરિકન અંતરિક્ષ એજન્સી NASA દ્વારા કેલિફોર્નિયામાં વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝથી સ્પેસએક્સ રોકેટ દ્વારા આ ઉપગ્રહ અવકાશમાં મૂકવામાં આવ્યો.
  • આ ઉપગ્રહનું નામ "સરફેસ વોટર અને ઓશન ટોપોગ્રાફી-SWOT" રાખવામાં આવ્યું છે.
  • આ ઉપગ્રહ વિશ્વના લગભગ તમામ મહાસાગરો, તળાવો અને નદીઓનો નકશો તૈયાર કરશે.
  • SUV ગાડી જેટલું કદ ધરાવતો આ ઉપગ્રહ પૃથ્વીની સપાટીના 90% કરતા વધુ પર પાણીની ઊંચાઈને માપશે, જેનાથી વૈજ્ઞાનિકો પ્રવાહને ટ્રેક કરી શકશે અને સંભવિત ઉચ્ચ જોખમવાળા વિસ્તારોને ઓળખી શકશે. 
  • 550 માઈલ(890 કિમી)ની ભ્રમણકક્ષામાં તરતો મુકાયેલો આ ઉપગ્રહ આર્કટિક અને એન્ટાર્કટિક વચ્ચેના વિશ્વને દર ત્રણ અઠવાડિયે એક વાર આવરી લઈને દરિયાઈ સ્તરને ટ્રેક કરી તેના પાણીના પ્રવાહ દર અને ધોવાણને માપશે.
  • 1.2 અબજ ડોલરના આ પ્રોજેક્ટમાં NASA અને ફ્રેન્ચ એજન્સીએ સાથે મળીને કામ કરેલ છે.
NASA Launches International Mission ‘SWOT’ to Survey Earth’s Water

Post a Comment

Previous Post Next Post