- ઇન્ટરકોન્ટિનેન્ટલ એટોમિક રેડી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી કરવામાં આવ્યું.
- અગ્નિ-5 એ ભારતની પ્રથમ અને એકમાત્ર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે, જેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસાવવામાં આવી છે. તે ભારત પાસે ઉપલબ્ધ લાંબા અંતરની મિસાઈલોમાંથી એક છે.
- અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ અને લંબાઈ 17.5 મીટર છે જે ભારતની લાંબા અંતરની સપાટીથી સપાટી પર માર કરનારી બેલેસ્ટિક મિસાઈલ છે, જે 5000 કિમી દૂર દુશ્મનના લક્ષ્યને ધ્વસ્ત કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ મિસાઇલ 8 હજાર કિલોમીટર સુધી હિટ કરી શકે છે. આ મિસાઈલ આ મિસાઇલ 29 હજાર 401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે અને1500 કિલોગ્રામના ન્યુક્લિયર વોરહેડ સાથે વહન કરી શકે છે.
- તે મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રીએન્ટ્રી વ્હીકલ (MIRV)થી સજ્જ છે જેથી આ ટેકનોલજી સાથે તેને એકસાથે અનેક ટાર્ગેટ માટે લોન્ચ કરી શકાય છે.
- અગ્નિ-5ની લોન્ચિંગ સિસ્ટમમાં કેનિસ્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ મિસાઈલ સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે.
- મિસાઈલમાં ત્રણ સ્ટેજ રોકેટ બૂસ્ટર છે જે જે સોલિડ ફ્યુલથી ઉડે છે તેની ઝડપ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે અને તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર આવરી લઇ શકે છે.
- અગ્નિ-5ને રોડ અને રેલ પ્લેટફોર્મ પરથી પણ છોડી શકાય છે તથા હવામાન પરિસ્થિતિની પણ તેના પર કોઈ અસર ન થતી હોવાથી તેને દેશના કોઈપણ ખૂણામાં સરળતાથી તહેનાત કરી શકાય છે.
- અત્યાર સુધીમાં અગ્નિ 5ના કુલ 9 પરીક્ષણો પૂર્ણ થયા છે જેમાં કુલ સાત સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે.
- તેનું પ્રથમ સફળ પરીક્ષણ અનુક્રમે 19 એપ્રિલ, 2012, 15 સપ્ટેમ્બર, 2013, 31 જાન્યુઆરી- 2015, 26 ડિસેમ્બર- 2016, 18 જાન્યુઆરી- 2018, 3 જૂન, 2018 અને 10 ડિસેમ્બર-2018ના રોજ કરવામાં આવ્યા હતા.
- અગ્નિ શ્રેણીને 1989 DRDO અને ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવી રહી છે.
- વિશ્વમાં ફક્ત 8 દેશો પાસે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો (ICBMs) છે. જેમાં રશિયા, અમેરિકા, ચીન, ફ્રાન્સ, ઈઝરાયેલ, બ્રિટન, ચીન અને ઉત્તર કોરિયાનો સમાવેશ થાય છે. આ મિસાઇલ દ્વારા ભારત આ ICBMs ધરાવનાર વિશ્વનો 8મો દેશ બન્યો છે.
- ભારત પરમાણુ-સક્ષમ અગ્નિ V બેલેસ્ટિક મિસાઈલના સફળ પરીક્ષણો સાથે તેને 7,000 કિલોમીટરની રેન્જથી આગળના લક્ષ્યો પર પ્રહાર કરવાની ક્ષમતા વિકસાવી રહી છે.