- આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત હતા.
- આ મહોત્સવ માટે અમદાવાદના ઓગણજ અને વડસર ગામ વચ્ચે 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર તૈયાર કરવામાં આવ્યું છે.
- ઉજવણી માટે તૈયાર કરાયેલા આ નગરમાં પ્રમુખ સ્વામી મહારાજ સહિત 38 જેટલા સંત અને મહાપુરુષની વિરાટ પ્રતિમાં તૈયાર કરવામાં આવી છે.
- આ નગરમાં અક્ષરધામની પ્રતિકૃતિ, ગ્લો ગાર્ડન, બાલનગરી સહિત વિવિધ વિષય વસ્તુ આધારિત પ્રદર્શન મુકાયા છે.