- ઉલ્લેખનીય છે કે North Eastern Council-NECની સ્થાપના 1971માં સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી જેનું ઔપચારિક ઉદઘાટન 7મી નવેમ્બર, 1972ના રોજ શિલોંગ ખાતે કરવામાં આવ્યું હતું અને આ વર્ષે નવેમ્બરમાં તેને 50 વર્ષ પૂર્ણ થયા છે.
- પ્રધાનમંત્રી આ પ્રસંગે પૂર્વોત્તર ક્ષેત્રની વિવિધ 2450 કરોડ રૂપિયાની મહત્વપૂર્ણ યોજનાઓનું ખાતમુહૂર્ત અને ઉદઘાટન પણ કરશે જેમાં IIM- શિલોંગ, NEC પ્રોજેક્ટ્સ, શિલોંગ – ડીએંગપાસોહ માર્ગ ખૂલ્લો મૂકવો ઉપરાંત મેઘાલય, મણિપુર અને અરૂણાચલપ્રદેશના ચાર અન્ય માર્ગોનું લોકાર્પણ અને મેઘાલય ખાતે 320 4જી ટાવર પણ સમર્પિત કરશે.