- આ સંમેલન 9 અને 10 જાન્યુઆરી બે દિવસ યોજાનાર છે જેમાં આ વર્ષ માટે PBD કોન્ફરન્સની થીમ ‘અમૃત કાલમાં ભારતની પ્રગતિ માટે વિશ્વસનીય ભાગીદારો' રાખવામાં આવી છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા વિદાય સત્રની અધ્યક્ષતા કરવામાં આવશે અને વિદાયસત્રમાં પ્રવાસી ભારતીય સન્માન રજૂ કરવામાં આવશે.