- ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત દ્વારા સાબરમતી આશ્રમથી આ સાયકલ યાત્રાનો આરંભ કરાવવામાં આવશે.
- આ સાયકલ યાત્રા ૧૪મી જાન્યુઆરી સુધી યોજાશે. જે દરમિયાન સાયકલયાત્રીઓ દ્વારા છ ગાંધી આશ્રમોની મુલાકાત લેવામાં આવશે.
- ૪રર કિલોમીટર મુસાફરી કરીને દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય ખાતે સમાપત થશે. ત્યારબાદ આ રેલી મોટર સાયકલ રેલીમાં વિલય પામશે.
- અત્રે ઉલ્લેખનીય છે કે દાંડી થી દિલ્હીની મોટર સાઇકલ રેલી ધ્વારા ભારતની "સોલ્ટ ટુ સોફટવેર" યાત્રાનો ઉત્સવ મનાવાઇ રહયો છે. જેનું સમાપન ર૮મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાશે.
- આ સાયકલ યાત્રાનો મુળ ઉદેશ આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પાર કરવા માટેની દિશામાં એક પ્રયાસ છે.