- આ પુસ્તક મેળો 30 જાન્યુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ વર્ષે મેળાની ફોકલ થીમ કન્ટ્રી તરીકે સ્પેનને પસંદ કરવામાં આવ્યુ.
- આ બીજી વખત છે કે સ્પેનને થીમ કન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવ્યુ હોય અગાઉ 2006 સ્પેનને થીમ કન્ટ્રી બનાવવામાં આવી હતી.
- આ મેળાનું આયોજન હતુંપબ્લિશર્સ એન્ડ બુકસેલર્સ સંસ્થા ગિલ્ડ દ્વારા કરવામાં આવશે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી દ્વારા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
- 46માં આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળાનો લોગો લોન્ચ કરવામાં આવ્યો હતો.
- પુસ્તક મેળામાં યુકે, યુએસ, જાપાન, વિયેતનામ, ફ્રાન્સ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, ગ્વાટેમાલા, મેક્સિકો, ક્યુબા, પેરુ, અન્ય લેટિન અમેરિકન દેશોના આંતરરાષ્ટ્રીય કેમ્પસ રહેશે.
- પુસ્તક મેળામાં દિલ્હી, હરિયાણા, પંજાબ, તમિલનાડુ, કર્ણાટક, ગુજરાત, આસામ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કેરળ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, તેલંગાણા, ઓડિશાના પ્રકાશકો ભાગ લેશે.
- કોલકાતામાં યોજાતો આ પુસ્તક મેળો દેશના સૌથી મોટા પુસ્તક મેળાઓમાંથી એક છે. દર વર્ષે પુસ્તક મેળામાં 20 લાખથી વધુ વાચકો હાજરી આપે છે.