કેન્દ્ર સરકાર દ્વારા શ્રી સમ્મેત શિખરજી તીર્થને પર્યટન કેન્દ્રમાં ફેરવવાના નિર્ણયને રદ કરવામાં આવ્યો.

  • ઝારખંડ સરકારે જુલાઇ 2022માં શરૂ કરવામાં આવેલી પ્રવાસન નીતિના ભાગ રૂપે પારસનાથ હિલ્સ પર ધાર્મિક પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો હતો. 
  • જૈન સમુદાયના દેશવ્યાપી વિરોધને પગલે, મોટા પારસનાથ હિલ્સમાં આવેલા જૈન સમુદાયના આદરણીય તીર્થસ્થાન ખાતે પર્યટનસ્થળને લગતી તમામ પ્રવૃત્તિઓને રોકવાના અને આ બાબતે જરૂરી પગલાં લેવા નિર્દેશો જારી કરવામાં આવ્યા.
  • કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દા માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે જેમાં જૈન સમાજમાંથી બે અને સ્થાનિક જનજાતીય સમાજના એક સભ્યનો સમાવેશ કરાશે. 
  • ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા સમ્મેત શિખરજીની પવિત્રતા જળવાઈ રહે તે માટે ત્યાં પર્યટન સંબંધિત ગતિવિધિઓ, ડ્રગ્સ અને તમામ નશાકારક પદાર્થોનું વેચાણ, મોટેથી સંગીત વગાડવું, લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો, પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનું કામ કરવું, પાલતુ પ્રાણીઓ લાવવા, કેમ્પિંગ અને ટ્રેકિંગ અટકાવવા તથા માંસાહાર- શરાબ સેવન વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 
  • શ્રી સમ્મેત શિખરજી ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં પારસનાથ પર્વત પર પારસનાથ વન્યજીવ અભયારણ્ય અને ટોપચાંચી વન્યજીવ અભયારણ્યના ઈકો-સેન્સિટિવ ઝોનમાં સ્થિત છે.
  • આ પર્વતનું નામ જૈનોના ૨૩મા તીર્થંકર પારસનાથના નામ પર છે. તે ઝારખંડની સૌથી ઊંચા શિખર પર સ્થિત છે. 
  • જૈન સમુદાયની માન્યતા મુજબ જૈન ધર્મના ૨૪માંથી ૨૦ તીર્થંકરોએ અહીં નિર્વાણ લીધેલ છે તેથી તે જૈન સમાજનું સૌથી પવિત્ર સ્થળ છે. 
  • આ પર્વત પર ટોક બનેલા છે, જ્યાં તીર્થંકરોના ચરણ છે. માનવામાં આવે છે કે અહીંના કેટલાક મંદિરો બે હજાર વર્ષથી પણ વધુ જૂના છે. 
  • જૈનો દર વર્ષે સમેત શિખરનો પ્રવાસ કરે છે. લગભગ ૨૭ કિ.મી. લાંબો આ પ્રવાસ પગપાળા થાય છે. 
  • આ ઉપરાંત, સંથાલ જનજાતિના સભ્યો દ્વારા ટેકરીઓને પવિત્ર માનવામાં આવે છે, જેઓ તેને 'મરંગ બુરુ' તરીકે માને છે અને એપ્રિલના મધ્યમાં ત્યાં વાર્ષિક ઉત્સવ યોજે છે.
  • ઑગસ્ટ ૨૦૧૯માં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયે સમેત શિખર અને પારસનાથ હિલ્સને ઈકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો હતો. 
  • ત્યારબાદ ફેબ્રુઆરી 2022માં ઝારખંડ રાજ્ય સરકારે સમ્મેત શિખરજીને પર્યટન સ્થળ જાહેર કર્યું હતુ અને આ દરમિયાન પર્યટન સ્થળની આસપાસ દારૂ અને માંસની દુકાનો ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. આથી સમગ્ર જૈન સમુદાયમાં દ્વારા સરકાર વિરૂદ્ધ વિવાદ શરૂ થયો.
  • 21મી ડિસેમ્બર, 2022ના રોજ, જૈન સમુદાયના સભ્યો દ્વારા પર્યટન સ્થળ તરીકે આ સ્થાન વિકાસના નિર્ણયના વિરોધમાં એક દિવસીય બંધ પાળ્યો હતો.  
  • 1લી જાન્યુઆરી, 2023ના રોજ, જૈન સમુદાયના સભ્યોએ રાષ્ટ્રીય રાજધાની અને દેશના અન્ય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.  
  • શ્રી સમ્મેદ શિખરજી તીર્થ પર ઝારખંડ સરકારના નિર્ણય સામે 10 દિવસથી વધુ ઉપવાસ કર્યા બાદ જૈન મુનિ સુગ્યસાગર મહારાજનું 3જી જાન્યુઆરીએ અવસાન થયું હતું.
Centre stays conversion of Jain shrine in Jharkhand into tourist hotspot

Post a Comment

Previous Post Next Post