- પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદ ખાતે 8 થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
- જેમાં 53 દેશના 126, 14 રાજ્યના 65 અને 22 શહેરના 660 પતંગબાજો કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે.
- આ પતંગબાજો એકસાથે પતંગ ઉડાડીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું.
- પ્રવાસન વિભાગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગિનીઝ બુક ઓફ રેકોર્ડનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યુ.
- અમદાવાદમાં પતંગોત્સવના ઉદ્દઘાટન પછી પ્રવાસન અને યાત્રાધામના સ્થળોએ પણ કાઇટ ફેસ્ટિવલ યોજાશે.
- જેમાં 9મીએ વડોદરા, 10મીએ કેવડિયા કોલોની અને દ્વારકા, 11મીએ સુરત અને સોમનાથ, 12મીએ રાજકોટ અને ધોલેરા તેમજ 13 જાન્યુઆરીએ કચ્છના સફેદ રણમાં પતંગોત્સવ યોજાશે.