- આ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સમાં એક્સલસને જાપાનના નારોકા કોડાઇને 21-6, 21-15થી પરાજય આપ્યો હતો જ્યારે યામાગુચીએ વિમેન્સ સિંગલ્સમાં કોરિયાની એન. એસ. યંગને 12-21, 21-19, 21-11થી પરાજય આપ્યો હતો.
- આ સ્પર્ધાની ડબલ્સ ઇવન્ટમાં ચીનની જોડી ઝેંગ સી વેઇ અને હુઆંગ ક્યુઓંગે જાપાનની અરિસા હિગાશિનો અને યુતા વતનબેને 21-19, 21-11થી પરાજય આપી મિક્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો જ્યારે વિમેન્સ ડબલ્સમાં ચેન કિંગ અને જિયા યી ફૈનએ દ. કોરિયાની જોડીને 21-16, 21-10થી અને મેન્સ ડબલ્સમાં ઇન્ડોનેશિયાની અફર અલ્ફિયન અને મો. રિયાનની જોડીએ ચીનના ખેલાડીઓને 21-18, 18-21, 21-13થી પરાજય આપ્યો હતો.