- તેઓ વર્ષ 2022 સુધી BSF ના પ્રમુખ તરીકે કાર્યરત હતા.
- વર્ષ 1996માં તેઓએ પોલીસ પ્રતિષ્ઠાનોમાં સુધાર લાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના બાદ સરકારે ઇન્ટેલિજન્સ બ્યૂરોના પ્રમુખ, વિદેશ સચિવ, સીબીઆઇ, રૉ પ્રમુખ તેમજ કેન્દ્રીય ગૃહ સચિવ જેવા પદ પર ઓછામાં ઓછા બે વર્ષનો કાર્યકાળ આપવાનું શરુ કર્યું હતું.
- National Security Advisor (NSA) સાથે હાલ કુલ ત્રણ ડેપ્યુટી છે જેમાં ડી. પદસાલગીકર, વિક્રમ મિસરી તેમજ રાજિન્દર ખન્નાનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં દેશના NSA અજિત દોવલને પાંચ વર્ષ માટે કેબિનેટ મંત્રી રેન્કનો દરજ્જો અપાયો હતો.