- કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા વિશ્વના પ્રથમ ફોટોનિક-આધારિત, ફોલ્ટ-ટોલરન્ટ ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવા અને વ્યાપારીકરણ કરવા માટે નવા સંઘીય રોકાણની જાહેરાત કરવામાં આવી.
- આ માટે 40 મિલિયન કેનેડિયન ડોલર ($32 મિલિયન)નું રોકાણ ટોરોન્ટો સ્થિત 2016માં સ્થપાયેલ કેનેડિયન ક્વોન્ટમ કમ્પ્યુટીંગ કંપની Xanadu Quantum Technologies Inc.માં ક્વોન્ટમ કોમ્પ્યુટર વિકસાવવા માટે કરવામાં આવશે.
- આ મહિનાની શરૂઆતમાં, કેનેડાએ તેની નેશનલ ક્વોન્ટમ સ્ટ્રેટેજી શરૂ કરી, જે ક્વોન્ટમ ટેક્નોલોજીમાં વૈશ્વિક નેતા તરીકે કેનેડાને મજબૂત બનાવવામાં મદદ કરવા માટે વધારાના 360 મિલિયન કેનેડિયન ડોલર ($288 મિલિયન)નું રોકાણ કરે છે.