ચિત્રલેખા’નાં સહસંસ્થાપક મધુરી કોટકનું 92 વર્ષની વયે નિધન

  • તેઓએ તેમની કારકીર્દિની શરુઆત ફોટોગ્રાફીથી કરી હતી.તેઓ 60 અને 70ના દાયકામાં ખૂબ જાણીતા મહિલા ફોટોગ્રાફર હતા. 
  • દેશના પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાઇ વ્યારાવાલા પછી મહિલા ફોટોગ્રાફરમાં સૌથી વધુ જાણીતુ નામ મધુરીબેન કોટકનું છે. 
  • તેઓ ચિત્રલેખા’નાં સંસ્થાપક સ્વર્ગસ્થ વજુ કોટકના પત્ની હતા.
  • તેમણે ‘ચિત્રલેખા’ સિવાય ‘બીજ’ અને ‘જી’ ફિલ્મ મેગેઝિન માટે પણ ઘણો અમૂલ્ય ફાળો આપ્યો છે.
  • તેઓએ વર્ષ 2001માં ‘વજુ કોટક, વ્યક્તિ-પત્રકાર-લેખક’ અને ‘વજુ કોટકનો વૈભવ’ પુસ્તકોનું સંપાદન કર્યુ હતું.
  • ઉલ્લેનીય છે કે, ‘ચિત્રલેખા’ ગુજરાતી ઉપરાંત મરાઠી ભાષામાં પણ પ્રકાશિત થાય છે. અને ‘ચિત્રલેખા’ અઠવાડિકની 2,50,000 નકલો વેચાય છે.
  • વર્ષ 1983માં ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી માસિક મેગેઝિન ‘જી’ના રજતજયંતી અંક માટે ગુજરાતી પ્રકાશક તરીકેનો પ્રથમ રાજપુરસ્કાર અને એ જ અંક માટે ‘ચિત્રલેખા’ને મુદ્રકની શ્રેણીમાં પ્રથમ રાજપુરસ્કાર મળ્યો હતો.
Madhuri Kotak

Post a Comment

Previous Post Next Post