- આ સબમરીન કલવરી વર્ગની સબમરીનની પાંચમી સબમરીન છે.
- INS વાગીરનું નિર્માણ Mazagon Dock Shipbuilders Limited (MDL) દ્વારા ફ્રાન્સના મેસર્સ નેવલ ગ્રુપ સાથે મળીને કરવામાં આવ્યું છે.
- તે કટોકટીના સમયે નિર્ણાયક પ્રહાર કરવા માટે ગુપ્તચર, સર્વેલન્સ અને રિકોનિસન્સ (ISR) ઓપરેશન ચલાવવામાં પણ મદદરૂપ થશે.
- 'વાગીર' નો અર્થ 'સેન્ડ શાર્ક' છે, જે તત્પરતા અને નિર્ભયતા દર્શાવે છે.
- 'INS વાગીર' વિશ્વના કેટલાક શ્રેષ્ઠ 'સેન્સર' અને શસ્ત્રોથી સજ્જ છે, જેમાં 'વાયર ગાઈડેડ ટોર્પિડો' અને સપાટીથી સપાટી પરની મિસાઈલોનો સમાવેશ થાય છે.
- આ સબમરીન ખાસ ઓપરેશન માટે મરીન કમાન્ડોને પાણી પર ઉતારવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે તેના શક્તિશાળી ડીઝલ એન્જિન 'બેટરી'ને ખૂબ જ ઝડપથી ચાર્જ કરી શકે છે.
- સ્વરક્ષણ માટે તેમાં અત્યાધુનિક 'ટોર્પિડો ડિકોય સિસ્ટમ' લગાવવામાં આવી છે.