- ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
- ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવશે.
- વર્ષ 2023ની થીમ આધારિત રાખવામાં આવી છે આથી G20 દેશોના પતંગબાજો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
- આ પતંગ મહોત્સવમાં 52 દેશોના 126 અને 14 રાજ્યોના 65 તેમજ રાજ્યના 22 શહેરોના 660 પતંગબાજો ભાગ લેશે.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવશે.
- આંતર રાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉજવણીના ભાગ રૂપે 9મી જાન્યુઆરીએ વડોદરા અને વડનગર, 10મી જાન્યુઆરી કેવડિયા કોલોની, નર્મદા અને દ્વારકા, 11 જાન્યુઆરી સુરત અને સોમનાથ, 12 જાન્યુઆરી રાજકોટ અને ધોલેરા અને 13મી જાન્યુઆરીએ કચ્છમાં ઘોરડો ખાતે પતંગ મહોત્સવ યોજાશે.