ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર યુદ્ધ જહાજ INS વિક્રાંત પર ફ્રાન્સનું "રાફેલ-એમ" તૈનાત કરવામાં આવશે.

  • યુદ્ધ જહાજ INS વિક્રાંત પર 36 થી 40 ફાઇટર એરક્રાફ્ટ તૈનાત કરી શકાય છે.  હાલમાં તેના પર મિગ-29કે ફાઈટર જેટ, કામોવ હેલિકોપ્ટર, રોમિયો હેલિકોપ્ટર, ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત છે.  
  • પરંતુ તેના પર ઘાતક આધુનિક મલ્ટીરોલ કોમ્બેટ ફાઈટર જેટ તૈનાત કરવાની યોજના હતી જે ખરીદવા માટે અમેરિકન એફ-18 સુપર હોર્નેટ અને રાફેલ-એમ વચ્ચે સ્પર્ધા હતી. જેમાં ભારત દ્વારા 26 રાફેલ-એમ ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
  • ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે માર્ચમાં આવનાર છે ત્યારે આ ડીલ પર હસ્તાક્ષર કરવામાં આવશે.  
  • રાફેલ-એમ(Dassault Rafale Marine)ની મહત્તમ સ્પીડ Mach 2 છે.  એટલે કે 2469.6 કિલોમીટર પ્રતિ કલાક છે અને તેની રેન્જ 3700 કિલોમીટરથી વધુ છે.  
  • રાફેલ મરીનની સર્વિસ સીલિંગ એટલે કે વિમાન આકાશમાં ઉડી શકે તેવી ઊંચાઈ 55 હજાર ફૂટ છે તે 304.8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આકાશ તરફ આગળ વધે છે.
Rafale-M Fighter

Post a Comment

Previous Post Next Post