અમેરિકાની બોની ગ્રેબિએલ મિસ યુનિવર્સ 2022 બની.

  • તેણીને મિસ યુનિવર્સનો તાજ વર્ષ 2021ની મિસ યુનિવર્સ ભારતની હરનાજ સંધૂએ પહેરાવ્યો હતો. 
  • આ સ્પર્ધામાં વેનેઝુએલાની અમાન્ડા ડુડામેલ પ્રથમ રનર-અપ તેમજ ડોમિનિકન રિપબ્લિકની એન્ડરીના માર્ટિનેજ બીજી રનર-અપ રહી હતી. 
  • આ સ્પર્ધામાં ભારતની દિવિતા રાય સેમીફાઇનલ સુધી પહોંચી સ્પર્ધામાંથી બહાર થઇ હતી. 
  • ચાલુ વર્ષે 71માં મિસ યુનિવર્સ કાર્યક્રમનું આયોજન અમેરિકાના લુઇસિયાના ખાતે કરાયું હતું જેમા વિશ્વની 84 સુંદરીઓએ ભાગ લીધો હતો. 
  • આ વર્ષે આ તાજનું નામ Force for Good રખાયું છે. 
  • આ તાજ જીતનારને લગભગ 49 કરોડ રુપિયા આપવામાં આવે છે. 
  • આ સ્પર્ધાની શરુઆત વર્ષ 1952થી કરવામાં આવી હતી જેનો પ્રથમ તાજ અર્મી કુસેલાએ જીત્યો હતો. 
  • અત્યાર સુધીમાં આ સ્પર્ધામાં ભારતની કુલ ત્રણ સુંદરીઓએ તાજ જીત્યો છે જેમાં પ્રથમ 1994માં સુષ્મિતા સેન, વર્ષ 2000માં લારા દત્તા તેમજ છેલ્લે વર્ષ 2021માં હરનાઝ સંધુએ આ તાજ જીત્યો હતો.
Miss Universe 2022 winner

Post a Comment

Previous Post Next Post