- વર્ષ 2022માં પૃથ્વીનું સરેરાશ સપાટીનું તાપમાન 2015 સાથે રેકોર્ડમાં પાંચમું સૌથી ગરમ તાપમાન નોંધાયું.
- વર્ષ 2022માં વૈશ્વિક તાપમાન 1.6 ડિગ્રી ફેરનહીટ અથવા 0.89 ડિગ્રી સેલ્સિયસ હતું, જે નાસાના બેઝલાઇન પીરિયડ 1951-1980ની સરેરાશ કરતાં વધુ હોવાથી આ જાહેરાત કરવામાં આવી.
- નાસાની ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટડીઝ (ન્યૂયોર્ક GIS સ્ટડીઝ)ના વૈજ્ઞાનિકો દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું.
- તાપમાનનું આધુનિક રેકોર્ડકિપિંગ વર્ષ1880માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતથી છેલ્લાં નવ વર્ષ સૌથી ગરમ વર્ષો રહ્યા છે.
- વર્ષ 2002થી નાસા એક્વા ઉપગ્રહ પર વાતાવરણીય ઇન્ફ્રારેડ સાઉન્ડર દ્વારા એકત્રિત કરાયેલા ઉપગ્રહ ડેટા અને અન્ય અંદાજો સાથે સપાટીના જમીન-આધારિત તાપમાનની માપણી કરે છે.
- NASA સપાટીના તાપમાનની માપણી અને વિશ્વમાં થતાં તાપમાનના ફેરફાર માટે 1951-1980 ના સમયગાળાનો ઉપયોગ આધારરેખા તરીકે કરે છે. તે આધારરેખામાં લા નીના અને અલ નીનો જેવી આબોહવાની પેટર્ન તેમજ અન્ય પરિબળોને કારણે અસામાન્ય રીતે ગરમ કે ઠંડા વર્ષોનો સમાવેશ થાય છે.