- આ એવોર્ડ તેઓને માનવતા માટે કરેલ સેવા બદલ અપાયો છે.
- આ એવોર્ડમાં 1 લાખ અમેરિકન ડોલર રોકડ, ગોલ્ડ મેડલ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
- ડૉ. રુઇત એક નેત્ર વિશેષજ્ઞ / ophthalmologist છે જેઓ આંખની ગુણવત્તાયુક્ત માઇક્રોસર્જિકલ પ્રોસિઝર માટે જાણીતા છે તેમજ તેમના પ્રયાસોથી અંતરિયાળ વિસ્તારોના લગભગ 1,80,000થી વધુ લોકોની દૃષ્ટિ પરત આવી છે.
- જો તેઓએ આ પ્રયાસો ન કર્યા હોત તો એક લાખથી વધુ લોકો સારવારના અભાવે અંધ બન્યા હોત.
- તેઓની આ ઉત્કૃષ્ટ કામગીરીને પગલે તેઓને God of Sight / દૃષ્ટિના દેવતા તરીકે ઓળખવામાં આવે છે.
- અગાઉ તેઓને વર્ષ 2006માં રેમન મેગ્સેસે પુરસ્કાર, વર્ષ 2015માં National Order of Merit of Bhutan, વર્ષ 2018માં ભારતનો ચોથો સૌથી મોટો નાગરિક પુરસ્કાર પદ્મ શ્રી તેમજ વર્ષ 2020માં નેપાળ સરકાર દ્વારા સુપ્રસિદ્ધ પ્રબલ જનસેવાશ્રી પુરસ્કાર મળી ચૂક્યા છે.
