- તેઓએ અનેક પ્રસિદ્ધ કવિતાઓનું સર્જન કર્યું હતું જેમાં સૂર્ય હેને નામી અહે એઇ નદિયેદી, નિરજંતર શબ્દ, અરુ કી નઇ શબ્દ, ફૂલી ઠાકા સૂર્ય મુખી, કાઇન્ત, ગલ્પ અરુ કાઇન્ત તેમજ કોબિતા જેવા કાવ્ય સંગ્રહોનો સમાવેશ થાય છે.
- તેઓ તે સમૂહના સૌથી નાની ઉંમરના કવિ હતા જે સમૂહોએ ફ્રાન્સીસી પ્રતીકવાદી કવિઓની સાથે સાથે કલ્પનાવાદીઓથી પ્રભાવિત થઇને બીજા વિશ્વ યુદ્ધ બાદ પોતાને આસામમાં સ્થાપિત કર્યા હતા.
- વર્ષ 1982માં તેઓને પોતાના કાવ્ય સંગ્રહ 'કોબિતા' માટે આસામી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો.
- વર્ષ 1990માં ભારત સરકાર દ્વારા પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
- છેલ્લે વર્ષ 2021માં તેઓને જ્ઞાનપીઠ પુરસ્કાર અપાયો હતો.
