- આ નિર્ણય બાદ બાકિસ્તાનના મુસ્લિમ સિવાયના તમામ ધર્મના વિદ્યાર્થીઓ માટે પણ કુરાન ભણવું ફરજિયાત બનશે.
- આ માટે અરબી ભાષાની કુરાનનો વિવિધ ભાષામાં અનુવાદ કરાવવામાં આવશે.
- આ સિવાય યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને મોહમ્મદ પયગંબર વિશે પણ માહિતી આપવામાં આવશે.
- આ પ્રસ્તાવ પાસ કરતી વખતે સંસદ દ્વારા ટ્રાન્સજેન્ડર્સનો વિરોધ કરીને તેને કુરાન વિરુદ્ધ ગણાવાયા હતા.
- ઉલ્લેખનીય છે કે વિશ્વ બેંક દ્વારા તાજેતરમાં જ પાકિસ્તાનને દક્ષિણ એશિયાનું સૌથી નબળું અર્થતંત્ર જાહેર કરાયું હતું તેમજ અમેરિકાના એક સાંસદે પાકિસ્તાનનો નાટોના સહયોગી દેશોનો દરજ્જો સમાપ્ત કરવા પણ બિલ રજૂ કર્યું છે.