ભારતના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા પૃથ્વી-2 મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું.

  • આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુર ખાતેની એકીકૃત ટેસ્ટ રેન્જમાંથી કરવામાં આવ્યું.
  • પૃથ્વી-2 સિંગલ સ્ટેજ લિક્વિડ ફ્યુઅલ મિસાઈલ છે જે 350 કિમીની સ્ટ્રાઈક રેન્જ ધરાવે છે.
  • તે 500 થી 1000 કિલોગ્રામના પરંપરાગત અથવા પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ છે.  
  • વર્ષ 2019 પછી આ ચોથી વખત તેની યુઝર નાઈટ ટ્રાયલ કરવામાં આવી છે.
  • આ મિસાઈલ ભારતની તમામ મિસાઈલોમાં સૌથી નાની અને સૌથી હળવી મિસાઈલ છે.જેનું વજન 4600 કિગ્રા, લંબાઈ લગભગ 8.56 મીટર અને વ્યાસ 110 સે.મી.છે. 
  • આ મિસાઈલમાં હાઈ એક્સપ્લોઝિવ, પેનિટ્રેશન, ક્લસ્ટર મ્યુનિશન, ફ્રેગમેન્ટેશન, થર્મોબેરિક, કેમિકલ વેપન અને ટેક્ટિકલ ન્યુક્લિયર વેપન ઈન્સ્ટોલ કરી શકાય છે.
  • આ મિસાઇલ સ્ટ્રેપ-ડાઉન ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ પર કામ કરે છે. 
  • પૃથ્વી-2 મિસાઈલનું અસલી નામ 'SS-250' છે જે ભારતીય વાયુસેના માટે બનાવવામાં આવી હતી. 
Prithvi-II missile successfully tested-fired in Odisha

Post a Comment

Previous Post Next Post