- આ સિદ્ધિ તેણે ન્યુઝીલેન્ડ સામેથી પ્રથમ વન-ડે મેચમાં 145 બોલમાં 208 રન કરીને મેળવી હતી.
- ગિલે 145 બોલમાં પોતાની બેવડી સદી કરીને સચિન તેન્ડુલકરનો 147 બોલમાં બેવડી સદી કરવાનો રેકોર્ડ તોડ્યો છે.
- આ સિવાય તે બેવડી સદી નોંધાવનાર ભારતનો સૌથી યુવા ખેલાડી બન્યો છે જેમાં તેણે પોતાની 24 વર્ષ 132ની ઉંમર સાથે ઇશાન કિશનનો 24 વર્ષ 145 દિવસનો રેકોર્ડ તોડ્યો છે.
- તેણે ફટકારેલ બેવડી સદી ઇન્ટરનેશનલ વન-ડે ક્રિકેટની કુલ 10મી બેવડી સદી હતી જેમાંથી સાત ભારતીય બેટ્સમેનના નામ પર છે!
- આ રેકોર્ડમાં ત્રણ બેવડી સદી ફક્ત રોહિત શર્મા એ જ નોંધાવી છે તેમજ અન્ય બેટ્સમેનમાં વિરેન્દ્ર સહેવાગ, ઇશાન કિશન, શુભમન ગિલ અને સચિન તેન્ડુલકરનો સમાવેશ થાય છે.
- બેવડી સદી સિવાય શુભમન ગિલે ફાસ્ટેસ્ટ એક હજાર રન પૂરા કરવામાં 19 ઇનિંગ્સના સમય સાથે વિરાહ કોહલી અને શિખર ધવનનો 24-24 ઇનિંગનો રેકોર્ડ પણ તોડ્યો છે.