- આ અંદાજમાં વિશ્વમાં સૌથી વધુ વસ્તી બાબતે ભારત ચીનથી આગળ નિકળી ગયું હોવાનું જણાવાયું છે.
- આ અંદાજ મુજબ વર્ષ 2022ના અંતે ભારતની વસ્તી 1.417 અબજ હતી જ્યારે ચીનની 1.412 અબજ હતી.
- તાજેતરમાં જ ચીને પોતાના વસ્તીના આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે 1960 બાદ પ્રથમવાર ચીનની વસ્તીમાં ઘટાડો નોંધાયો છે.
- World Population Review (WPR) ના આ અંદાજ મુજબ ભારતની વસ્તી ઓછામાં ઓછું વર્ષ 2050 સુધી વધતી રહેશે.
- આ અંદાજ મુજબ વર્ષ 2050 સુધીમાં વિશ્વની અડધાથી વધુ વસ્તી જેટલો વસ્તી વધારો ફક્ત આઠ દેશોમાં હશે!
- આ આઠ દેશોમાં ભારત, પાકિસ્તાન, કોંગો, ઇજિપ્ત, ઇથોપિયા, નાઇજીરિયા, ફિલિપાઇન્સ અને ટાન્ઝાનિયાનો સમાવેશ થાય છે.