- ગુજરાતમાંથી રામસર સાઇટ તરીકે જાહેર થયેલ સ્થળોમાં અમદાવાદ જિલ્લામાં આવેલ નળસરોવર અને થોળ, વડોદરા જિલ્લામાં આવેલ વઢવાણા તળાવ અને જામનગર જિલ્લામાં આવેલ ખીજડીયાનો સમાવેશ થાય છે.
- જેના આધારે વિશ્વભરમાં આવેલાં જળપ્લાવિત વિસ્તારો, આદ્રભૂમિ (વેટલેન્ડ)માં વિકાસ થઈ રહેલી જીવસૃષ્ટિના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય ધોરણે પગલાં લેવામાં આવે છે.
- વિશ્વભરમાં પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન હેતુ વર્ષ 1960 ના દાયકામાં જે આદ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતાં હોય તે સાઈટના રક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી.
- વર્ષ 1971માં ઈરાનના ‘રામસર’ શહેરમાં નિષ્ણાંતો વચ્ચે ચર્ચાઓ થઇ હતી. જેને 'રામસર સંધિ' જેમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. જેના પગલે આવાં વિસ્તારોને ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા આપવામાં આવે છે.
- 21 ડિસેમ્બર,1975થી પૂર્ણરૂપથી આ સંધિ લાગુ કરવામાં આવી હતી જેને ભારતે તા. 1 ફેબ્રુઆરી, 1982ના દિનથી અમલમાં મુકવામાં આવી હતી.
- પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવાં ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે જેમાં દર વર્ષે તેમાં નવા-નવા સ્થળો ઉમેરવામાં આવે છે.
- જે જૈવ ભૌગોલિક વિસ્તાર 20 હજાર કે તેનાથી વધુ પક્ષીઓને પોષણ અને આશરો આપતો હોય, પક્ષીઓની જાતિના એક ટકા જેટલાં પક્ષીઓ પોષણ મેળવતા હોય, તેમજ આસપાસના વિસ્તારોમાં ખોરાકના સ્ત્રોત સાથે હંગામી વસવાટ માટે મેદાન અને સ્થળાંતરણનો માર્ગ હોય જે નિયમિત રીતે પક્ષી જાતિની એક ટકા જાતિના સમૂહ કે પેટા સમૂહને અનુકૂળ હોય એવી ભૂમિને ‘રામસર સાઇટ’ માટે પસંદ કરવામાં આવે છે.
- આવા નિયત માપદંડોની ચકાસણી કરી યુનેસ્કોને જે-તે આદ્રભૂમિને ‘રામસર સાઇટ’ જાહેર કરવાં માટે દરખાસ્ત કરવામાં આવે છે.
- કુલ ત્રણ પ્રકારની ‘રામસર સાઇટ’ હોય છે. જેમાં 1),દરિયાઇ અને દરિયાઇ પટ્ટી, 2)આંતરિક આદ્રભૂમિ અને 3) માનવ સર્જિત આદ્રભૂમિનો સમાવેશ થાય છે.
- જે તે રાજ્ય સરકાર દ્વારા ‘રામસર સાઇટ’ માટે વિશેષ અનુદાન આપવામાં આવે છે.
- ગુજરાતમાં આવેલી આવી ચાર સાઇટ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
- ભારત દેશમાં અત્યારસુધી 75 સાઇટને ‘રામસર સાઇટ’ તરીકે માન્યતા આપવામાં આવી છે.
- ભારતમાં ‘રામસર સાઇટ’ હોય તેવી આદ્રભૂમિનો કુલ વિસ્તાર 13,26,677 હેક્ટર જેટલો છે.
- ભારતમાં માનવ સર્જિત આદ્રભૂમિ હોય એવી માત્ર પાંચ જ ‘રામસર સાઇટ’ છે, જેમાંથી એક ગુજરાતની ‘વઢવાણા તળાવ’ છે.
- ગુજરાતના વડોદરા જિલ્લામાં આવેલ ‘વઢવાણા તળાવ’ મહારાજા સયાજીરાવ ત્રીજાએ બનાવ્યું હતું.
- આ સિવાય માનવ નિર્મિત જળપ્લાવિત વિસ્તાર બિહારમાં એક, તામિલનાડુમાં બે અને મહારાષ્ટ્રમાં એક છે.
- ભારતમાંથી સૌથી વધુ ‘રામસર સાઇટ’ તામિલનાડુમાં 14, ઉત્તરપ્રદેશમાં 10, હિમાચલ પ્રદેશમાં 3, કર્ણાટક, ત્રિપૂરા, ઉત્તરાખંડ, ગોવા, મણિપૂર, મિઝોરમ, આસામ, આંધપ્રદેશ અને બિહારમાં એક-એક સાઇટ, જમ્મુ કાશ્મીરમાં પાંચ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, લદ્દાખમાં બે-બે, કેરળ અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ, પંજાબ, ઓડિશામાં 6-6 એવી જ રીતે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 4-4 રામસર સાઇટ છે.
